ગુરુપૂર્ણિમાની ઉજવણી – વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ, સિહોર
સિહોર: વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે ગુરુપૂર્ણિમાનો પવિત્ર અને પ્રેરણાદાયી ઉત્સવ ભક્તિભાવ તથા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુરુના મહિમાને ઉજાગર કરતી પ્રાર્થના, ગીત, નૃત્ય, વક્તવ્ય અને નાટ્ય રજૂઆત દ્વારા સૌનું મન મોહી લીધું. એક વિદ્યાર્થીએ મહર્ષિ વેદવ્યાસજીનું જીવંત પાત્ર ભજવીને ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો.
કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, કેમ્પસ ડિરેક્ટરશ્રી, આચાર્યશ્રી, શિક્ષકો તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને ગુરુના આદર્શોને જીવનમાં અપનાવવા તેમજ જ્ઞાન સાથે સંસ્કારોનું મહત્વ સમજાવ્યું.
અંતમાં આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને ગુરુના માર્ગદર્શનને જીવનમાં ઉતારીને ઉત્તમ નાગરિક બનવાનો સંદેશ આપ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શિક્ષકમિત્રોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે યોજાયેલ આ ગુરુપૂર્ણિમાની ઉજવણી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, સંસ્કાર અને ભારતીય પરંપરાના મૂલ્યોને ઉજાગર કરતો યાદગાર પ્રસંગ બની રહ્યો.