સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠમાં અભ્યાસ કરતાં ઘોરણ-૧૧ અને ૧ર (આર્ટ્સ/કોમર્સ)વિદ્યાર્થીઓ માટે VGSS Election-2026/27 નું વિશેષ આયોજન કરવામાં આવ્યું. દેશની સુંદરતા લોકશાહી છે ત્યારે લોકશાહી પર્વની ઉજવણી દેશમાં ચૂંટણીઓ આવે ત્યારે થતી હોય છે. ૫રંતુ વિદ્યાર્થીઓને લોકશાહી ઢબની ચૂંટણીનો લાભ ૧૮ વર્ષની ઉંમરનાં થતા હોય ત્યારે જ થતો હોય છે. ત્યારે સિહોરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને નાની ઉંમરમાં ચૂંટણીનો અહેસાસ થાય અને ચૂંટણીની સમગ્ર કામગીરીથી વાકેફ થાય,પોતાના મતાઘિકારનું મહત્વ સમજે તે હેતુથી વિદ્યાર્થીઓ માટે ચૂંટણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.