૧૫મી ઓગસ્ટ — સ્વાતંત્ર્ય દિવસ
“સ્વતંત્રતા માત્ર અધિકાર નથી,
પરંતુ દેશ પ્રત્યેની જવાબદારી પણ છે.”
૧૫મી ઓગસ્ટ ભારતના ઇતિહાસનો ગૌરવપૂર્ણ દિવસ છે. 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ દિવસ આપણને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ, શૌર્ય અને સંઘર્ષની યાદ અપાવે છે.
આ પાવન અવસરે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપી, રાષ્ટ્રગીત ગાઈ અને દેશની એકતા, અખંડિતતા તથા પ્રગતિ માટે સંકલ્પ લઈએ.
🇮🇳 જય હિન્દ!
વંદે માતરમ્!